પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા તબક્કાનું મતદાન, LIVE UPDATES...


- ભાજપે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને આજે મતદારોને બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં મત માંગવા પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી. 
- બપોર 3 વાગ્યા સુધીમાં 46.29 ટકા જેટલું મતદાન થયું છે. 
- બિહારમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. આ બધા વચ્ચે બિહાર જેડીયુ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે જે રિપોર્ટ આવી રહ્યા છે તે મુજબ અમે બે તૃતિયાંશ બહુમતીથી જીતી રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન એનડીએ માટે ઉત્સાહ વધારનારુ છે. જે ભ્રમ ફેલાવવાની કોશિશ થઈ તેનાથી કોઈ ફરક પડ્યો નથી. ફેરફારનો અર્થ છે કે એનડીએ પહેલા કરતા વધુ બેઠકો જીતી રહ્યું છે. અમે જનતા પાસે કામના આધારે મત માંગી રહ્યા છીએ. 
- બિહારમાં 11 વાગ્યા સુધીમાં કુલ 18.37 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ રોહતાસ-13, ઔરંગાબાદ 18.46, કૈમૂર 16.98, અરવલ 14.81, ભોજપુર 16.21, બક્સર 19.10, શેખપુર 17.31, બાંકા 22.58, મુંગેર 15.20, જમુઈ 13.91, પટણા 18.97, નવાદા 23.42, ભાગલપુર 23.01, જહાનાબાદ 11.41, ગયા 19 અને લખીસરાયમાં 26.76 ટકા મતદાન થયું છે. 
- કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ભાજપ પોતાના ઘરને રોશન કરવા અને નીતિશજીના ઘરને બાળવા માટે પોતાના હાથમાં 'ચિરાગ' રાખવા માંગે છે. તેઓ ચિરાગને પણ બુઝાવવા માંગે છે આથી ભાજપ પહેલા ચિરાગનો ઉપયોગ કરવા માંગે છે અનેત ત્યારબાદ તેનાથી છૂટકારો મેળવી લેવાનો."


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube